કલોલ ખાતે અમિત શાહે ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલનું ભૂમીપૂજન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે કલોલ ખાતે તેમણે ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલનું ભૂમીપૂજન કર્યું. સાથે ESIC દ્વારા નિર્મિત 150 બેડની હોસ્પિટલનો પણ શીલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ભાજપાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં PMJY અંતર્ગત દેશના 60 કરોડ ગરીબ નાગરિકોને આરોગ્યની ઉત્તમ અને સમાન સુવિધાઓ મળી રહી છે. તો, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ESIC હોસ્પિટલોને તમામ જિલ્લામાં વિસ્તારવા અંગે માહિતી આપી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર શ્રમિકોના હિતને વરેલી સરકાર છે. આ કાર્યક્ર્મ બાદ અમિત શાહ ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કરશે, બાદમાં GTUના નવા બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેશે, અંબોડ ખાતે મહાકાળી મંદિરના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે અને સાંજે બહુચરાજી બહુચર માતાના દર્શને જશે.
