Skip to main content
Settings Settings for Dark

કાર્તિકી પૂનમના ઉપક્રમે શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ

Live TV

X
  • અંબાજી: આજે દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂનમના પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. પૂનમ નિમિત્તે માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગૂંજી ઊઠ્યું હતું.

    પૂનમ નિમિત્તે ધ્વજારોહણ: અનેક શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે પૂનમના દિવસે મંદિરે ધજા ચઢાવી હતી, જેના કારણે વાતાવરણ ધર્મમય બન્યું હતું.અંબાજી મંદિર પરિસરમાં ઊંઝાના 'જય અંબે ગ્રુપ' દ્વારા દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેણે સેવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે સુચારૂ અને અસરકારક વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું હતું, જેથી લાંબી કતારો હોવા છતાં દર્શન સરળતાથી થઈ શકે.આ પવિત્ર દિવસે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા ફિરોઝ ઈરાનીએ પણ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને ધન્યતા અનુભવી હતી.આ ઉપરાંત, દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ મા અંબાના દર્શન કર્યા હતા અને રાજ્યની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.કાર્તિકી પૂનમની ઉજવણીને કારણે અંબાજી ખાતે ભક્તિ, આસ્થા અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply