કેનેડાથી પરત ફરેલા ડૉ. નરેન્દ્ર ઘેલાણીએ વડોદરામાં શરૂ કરી જૈવિક ખાતરની કંપની, ખેડૂતોને આપ્યું મોટું યોગદાન
Live TV
-
દેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે વડોદરાની 'એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ' કંપની એક અનુકરણીય અને મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે.
“ઝેર મુક્ત ખેતી, કેન્સર મુક્ત જીવન” ના ઉદાત્ત ધ્યેય સાથે કાર્યરત આ કંપની માત્ર એક સૂત્ર નહીં, પરંતુ ખેડૂતો અને સમાજના આરોગ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જૈવિક ભારત”ના વિઝનથી પ્રેરાઈને આ કંપની ભારતીય કૃષિને વધુ સુરક્ષિત, વૈજ્ઞાનિક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.કંપનીના સ્થાપક ડૉ. નરેન્દ્ર ઘેલાણી કેનેડામાં દોઢ દાયકો (15 વર્ષ) વિતાવ્યા બાદ એક મોટા સામાજિક હેતુ સાથે ભારત પરત ફર્યા છે.
તેમના આ અભિયાનમાં કેનેડાથી ઉચ્ચ અભ્યાસ કરનાર પુત્ર શ્રીજી ઘેલાણી અને અમેરિકાથી મેડિકલ તથા બાયો-ટેકનોલોજીમાં ઉચ્ચ ડિગ્રી મેળવનાર પુત્રી રુજવી ઘેલાણી પણ જોડાયા છે. આ પરિવારે પોતાના વૈશ્વિક અનુભવ અને વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ ભારતીય ખેડૂતોના કલ્યાણ માટે કરવાનું નક્કી કર્યું છે.કંપની દ્વારા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે કુદરતી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. કંપનીએ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિએન્ટ મેનેજમેન્ટ અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના સંકલન સાથે “ન્યુટ્રીટેક ફાર્મિંગ” પદ્ધતિ વિકસાવી છે. જેમાં બેક્ટેરિયા, ફૂગ અને માઇક્રોબિયલ ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સનો ઉપયોગ કરી જમીનની તંદુરસ્તી સુધારવા અને પાકને કુદરતી રીતે સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવે છે. બાયો-ફર્ટિલાઇઝર અને બાયો-પેસ્ટિસાઇડના આ સફળ પ્રયોગથી રાસાયણિક દવાઓના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે ભવિષ્યમાં સ્વસ્થ સમાજના નિર્માણમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
