Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ સુમુલનાં મેગા કો-ઓપ ઈવેન્ટમાં આપશે હાજરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગત બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરતમાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના મેગા સહકારીતા કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય સહકારિતા મંત્રી તાપી જિલ્લાના બાજીપુરામાં સુમુલ ડેરીની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બાજીપુરામાં "સહયોગથી સમૃધ્ધી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી સુમુલ ડેરીના લગભગ અઢી લાખ જેટલા પશુપાલક તેમજ સહકારી અગ્રણીઓ, નાના-મોટા ખેડૂતો, Nutrition થી વંચીત કિશોરો તેમજ સગર્ભ માતાઓને મળશે. આ આયોજન સુમુલ ડેરી તથા સુરત ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના ખેડૂત, પશુપાલક, અને સહકારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષી મંત્રી રાધવજી પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ, સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply