Skip to main content
Settings Settings for Dark

ખંભાતની પરિસ્થિતી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા

Live TV

X
  • ખંભાતની પરિસ્થિતી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આવી કોઈ ઘટના સાંખી લેવાશે નહીં અને રાજ્ય સરકાર આવી ઘટનાઓને મક્કમ હાથે ડામી દેવા કટિબધ્ધ છે. તેમણે ઉમેર્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી બનતી રોકવા માટે ગૃહ વિભાગ અને પોલિસતંત્રને આદેશ અપાયા છે. વિજય રૂપાણીએ ખંભાતમાં ભાઇચારાની ભાવના અને શાંતિ જળવાઇ રહે તે માટે નાગરિકોને અપીલ કરી છે. 
     
    દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે ખંભાતમાં અશાંત ધારાનો ચુસ્ત અમલ કરશે. તેમણે ઉમેર્યું છે કે તોફાની તત્વો સામે  સી.સી.ટી.વી.ના ફૂટેજના આધારે કડક કાર્યવાહી કરાશે અને કોઇપણ ચમરબંધીને નહી છોડાય. તેમણે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં ચાર બનાવોમાં ગુના નોંધીને ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે.ઉપરાંત સમગ્ર શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોમ્બીંગની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે. તેમણે કહ્યું છે કે રાજ્યના પોલિસ વડા શિવાનંદ ઝાને ખંભાત મોકલાયા છે અને આણંદના જિલ્લા પોલિસ વડા અને નાયબ પોલિસ વડાની બદલી કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના ડી.સી.પી. ટ્રાફિક અજીત રાજીયાનને આણંદ જિલ્લાના એસ.પી. તરીકે તથા ખંભાતના ડી.વાય.એસ.પી. તરીકે ભારતીબેન પંડ્યાની પણ નિમણૂંક કરી દેવાઇ છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply