ખાંડના ભાવ વધારા અને કાળાબજારી રોકવા સુરેન્દ્રનગરમાં સઘન તપાસ
Live TV
-
સુરેન્દ્રનગર: તહેવારોની મોસમ દરમિયાન ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે અને સંગ્રહખોરી કે કાળાબજારી અટકાવવા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમે જથ્થાબંધ ખાંડના વેપારીઓ, મોટા વિક્રેતાઓ તથા ગોડાઉનોની સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાંડના જથ્થા સાથે દસ્તાવેજી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી.નિયત મર્યાદા 4,000 ક્વિન્ટલથી વધુ જથ્થો સંગ્રહિત છે કે નહીં તેમજ 30 દિવસથી વધુ સમયનો સ્ટોક રાખવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. તંત્રએ વેપારીઓને ખાંડ નિયંત્રણ સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. સંગ્રહખોરી, કાળાબજારી કે ગેરરીતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
