Skip to main content
Settings Settings for Dark

ખેડામાં ‘ગોલ્ડન લીફ’થી હવે ‘ગોલ્ડન ડેવલપમેન્ટ’તરફ અગ્રેસર: રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 348 કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.

    આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે, નવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફાગવેલ એ શૌર્ય અને શ્રદ્ધાની પવિત્ર ધરતી છે, જેને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ જાણે છે. વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા 'ગુજરાત ગૌરવ યાત્રા'ની શરૂઆત અહીંથી જ કરી હતી. આજે તે વિકાસ યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ કક્ષાએ પહોંચી છે. 

    સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણીનો ઉલ્લેખ કરીને પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસ્મિતા, સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. સોમનાથની રક્ષા કરનાર વીર હમીરજી ગોહેલ અને ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ જેવી વિભૂતિઓના ગૌરવ અપાવવાની સાથે પ્રધાનમંત્રીએ વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.ગ્રામીણ વિકાસ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરીકરણના ભારને ઘટાડવા માટે ગામોને પણ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે, જે તાલુકા મથકો પર નગરપાલિકા નથી તેવા114 ગામોના વિકાસ માટે 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' અમલી બનાવી છે. આગામી સમયમાં આ યોજનાનો વ્યાપ વધારી 10,000થી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોને પણ નવી યોજનામાં આવરી લેવાશે, તેમ  પટેલે ઉમેર્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ 'કર્તવ્ય' પર આધારિત છે. પ્રધાનમંત્રી  પ્રેરિત 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી' ના મંત્ર અપનાવી વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા પટેલે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ખેડા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવીને વીર ભાથીજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પવિત્ર ધામના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઉગ્યો છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply