Skip to main content
Settings Settings for Dark

ખેતી ક્ષેત્રે ગુજરાતનું 'પાટણ મોડેલ': ડ્રિપ ઇરિગેશનથી ખારેકની વિદેશમાં નિકાસ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો

Live TV

X
  • ખેતી ક્ષેત્રે ગુજરાતનું 'પાટણ મોડેલ': ડ્રિપ ઇરિગેશનથી ખારેકની વિદેશમાં નિકાસ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાયો નાખેલી ખેતીલક્ષી યોજનાઓ આજે વટવૃક્ષ બનીને ખેડૂતોના જીવનમાં ખુશહાલી લાવી રહી છે. નર્મદાના નીર અને 'પર ડ્રોપ મોર ક્રોપ' (ટીપે ટીપે વધુ પાક) ના મંત્રને સાર્થક કરીને પાટણ જિલ્લાના ખેડૂતો આજે વિશ્વ ફલક પર ચમકી રહ્યા છે.

    રાધનપુરની ખારેકની વિદેશમાં ગુંજ

    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામના એક યુવા ખેડૂતે ખેતીમાં આધુનિક અભિગમ અપનાવી નવી મિશાલ કાયમ કરી છે. સરકારની સહાયકારી યોજનાઓ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિના ઉપયોગથી તેઓ ખારેકનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, રાધનપુરના અંતરિયાળ ગામની આ ખારેક આજે સાત સમંદર પાર વિદેશમાં નિકાસ થઈ રહી છે, જેનાથી ખેડૂતની આવકમાં ધરખમ વધારો થયો છે.

    ઝેરમુક્ત ખેતી: કેન્સર મુક્ત સમાજ તરફ ડગલું

    બીજી તરફ, સરસ્વતી તાલુકાના બેપાદર ગામના પ્રગતિશીલ ખેડૂત ધનરાજભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી છે. તેઓ જણાવે છે કે ઘન જીવામૃતનો ઉપયોગ: રાસાયણિક ખાતરને બદલે ઘન જીવામૃતના ઉપયોગથી ઘઉંના ઉત્પાદનમાં અને તેની મીઠાશમાં નોંધપાત્ર વધારો થયો છે. જંતુનાશકોનો વપરાશ બંધ થવાથી ખેતીનો ખર્ચ ઘટ્યો છે અને કેન્સર જેવા જીવલેણ રોગોનો ખતરો પણ ટળ્યો છે.

    આમ, સરકારના 'બેક ટુ નેચર' અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ઉત્તર ગુજરાતના ખેડૂતો આજે આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply