ગરવી ગુર્જરી એ 7 મહિનામાં રાજ્ય બહાર 17 કરોડ રૂપિયાથી વધુની સ્વદેશી હાથશાળ હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કર્યું
Live TV
-
ગરવી ગુર્જરી દ્વારા છેલ્લાં 7 મહિનામાં રાજ્ય બહાર રૂપિયા 17 કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ - હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ; રાજ્યભરના કુલ 7,000થી વધુ હાથશાળ - હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહનની સાથે - સાથે રોજગારી અપાઈ.
હાથશાળ - હસ્તકલા નિગમ દ્વારા કુલ 34 મેળા - પ્રદર્શનનું આયોજન કરાયું. આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલકાતા, સુરત અને સૂરજકુંડમાં મેળા - પ્રદર્શન યોજાશે.
આ સ્વદેશી વસ્તુઓની ખરીદી ગરવી ગુર્જરીના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભુજ, સાળંગપુર, લીંબડી, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, એકતાનગર, રાજકોટ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતામાં આવેલા આઉટલેટ ઉપરાંત https://garvigurjari.gujarat.gov.in/ પરથી ઓનલાઈન પણ કરી શકાય છે.
