ગાંધીનગરનું પુંધરા PHC બન્યું ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
Live TV
-
ગાંધીનગર જિલ્લાનું પુંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સૌર ઊર્જા અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સેવાઓનો નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.
આ સ્માર્ટ કેન્દ્રમાં મફત લેબ ટેસ્ટ, ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ, કમ્પ્યુટરાઇઝ્ડ વહીવટ અને 'ઈ-સંજીવની' ટેલિમેડિસિન દ્વારા ઘરઆંગણે જ નિષ્ણાત ડૉક્ટરોની સલાહ મળી રહે છે.દૈનિક 150 થી 200 દર્દીઓની OPD ધરાવતા આ કેન્દ્રમાં દર મહિને 30 થી 35 સુરક્ષિત પ્રસૂતિ થાય છે. સગર્ભાઓને સોનોગ્રાફી, નવજાત શિશુઓને 'બેબી કેર કિટ' અને ટીબીના દર્દીઓને 'નિક્ષય મિત્ર' યોજના હેઠળ મફત પોષણ કિટ આપવામાં આવે છે.સ્થાનિકોને ફાયદો: ઉત્તમ અને નિઃશુલ્ક સેવાઓ મળવાથી ગ્રામજનોને હવે સારવાર માટે દૂરના શહેરોમાં જવાનો આર્થિક બોજ સહન કરવો પડતો નથી.
