Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં DIAL-112”અંતર્ગત “જનરક્ષક પ્રોજેક્ટનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

Live TV

X
  • પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, વુમન હેલ્પ, ચાઇલ્ડ હેલ્પ લાઇન, ડીઝાસ્ટર જેવા અનેક પ્રકારના નંબરોની ગૂંચ દૂર થશે અને માત્ર એક જ નંબર “112” ડાયલ કરવાથી ખૂબ ઓછા સમયમાં નાગરિકો સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે: અમિત શાહ 

    ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર રામકથા ગ્રાઉન્ડ ખાતે “DIAL-112”અંતર્ગત શરૂ થઈ રહેલ “જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. 

     અમિત શાહે ગુજરાતની સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ ત્રણેય કદમો માટે શુભેચ્છાઓ પાઠવી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઐતિહાસિક કદમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યો છે. જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ.217 કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો, કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મળીને એક હજાર પોલીસ વાહનોનું લોકાર્પણ કાર્યક્રમ આયોજિત થયો છે. ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ સરહદી રાજયોમાંથી એક રાજ્ય છે. દેશની ઉત્તરી સરહદનો ગુજરાત સુધીનો સમગ્ર સરહદનો વિસ્તાર સંવેદનશીલ છે તેનાથી સૌ પરિચિત છે. આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર ગુના જેવા અનેક પ્રકારના ગુનાઓ પર લગામ ખેંચી અને પ્રધાનમંત્રી નરેન્દ્રએ જે ચીલો ચીતર્યો તેને ભુપેન્દ્ર અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કાર્ય કર્યું છે અને ગુજરાતને સુરક્ષિત રાજ્ય બનાવવાનું કાર્ય ખૂબ સુંદર રીતે કર્યું છે. 

    અમિત શાહે વધુમાં જણાવ્યું કે, 112 નો પ્રોજેક્ટ દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે તે માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. ગુજરાત “DIAL-112” પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન નોંધાવી રહ્યું છે. સોફેસ્ટીકેટેડ સોફ્ટવેરથી સંચાલિત અત્યંત આધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી તમામ પ્રકારની સેવાઓનું સંકલન અને GPSથી સુસજ્જ પોલીસ વાહનો, એમ્બ્યુલન્સના વાહનોની મોટી હારમાળા અને કોલરનું લોકેશન શોધી દરેક ઇમરજન્સી કંટ્રોલને સુવિધાઓની માહિતી પહોંચાડવાની સુવિધા એક પ્રકારે “ન્યુ એજ સ્માર્ટ, પોલીસ ઇન સિસ્ટમ”ની દિશામાં આજે મહત્વપૂર્ણ કદમ ગુજરાત સરકારે ઉઠાવ્યો છે. આ પરિયોજનામાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કેન્દ્રિય પ્રબંધન હેઠળ 24 કલાક અમદાવાદમાં કાર્યરત રહેશે. 150 સીટોની ક્ષમતા ધરાવતું કોલસેન્ટર દરેક સેકન્ડ એલર્ટ રહી એકીકૃત પ્રણાલીથી તમામ પ્રકારની સેવાઓથી જોડાયેલું રહેશે. 112 ના નિભાવ માટે વર્ષે આશરે રૂ. 92 કરોડ ખર્ચ ગુજરાત સરકાર કરવાની છે. આ વાહનોમાં લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, mdvt વાયરલેસ સેટ, લોકેશન ટ્રેકર જેવી દરેક પ્રકારની સુવિધા પૂર્ણ વ્યવસ્થાઓ થઈ છે. આદરણીય મોદીજીએ દેશના પોલીસ બેડાને આહ્વાન કર્યું હતું તેનું આજે ગુજરાત સરકારે ખૂબ સુંદર આધુનિક ટેકનોલોજીથી યુક્ત નિર્વહન કરવાનું કાર્ય કર્યું છે તેમ અમિત શાહે જણાવ્યું હતું. 

    ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, પોલીસ બેડાના નિવાસો માટે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડે બનાવેલ લગભગ રૂ.217 કરોડના હોમગાર્ડ, ઝેલ, પોલીસ જેવા અલગ અલગ પ્રોજેક્ટ એક સાથે આજે લોકાર્પણ થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં તમામ ભવનોમાંથી સારી સુવિધાઓ સાથે પોલીસના કર્મચારીઓ હોમગાર્ડના જવાનો, જેલના કર્મચારીઓ ખૂબ સુંદર રીતે ગુજરાતની જનતાની સેવા થઈ શકે તેવી વ્યવસ્થા પણ થઈ છે.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply