ગાંધીનગરમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ
Live TV
-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ 36-ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપાની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસના ગાંધીનગરના બે કૉંગ્રેસના રાજીનામું આપેલ કોર્પોરેટર, ગાંધીનગર વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તારના પૂર્વ સરપંચો, પૂર્વ કોર્પોરેટર, વિવિધ સમાજના આગેવાનો અને સમર્થકો સહિત કોંગ્રેસના 800થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
નીતિ, નેતૃત્વ અને નિયત વિહોણી કોંગ્રેસ પાર્ટીમાં રહીને જનતાના કામ ન થઈ શકતા હોવાથી 800થી વધુ કાર્યકર્તાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
