ગાંધીનગરમાં રાજ્યપાલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક
Live TV
-
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની કામગીરીની સમીક્ષા કરવા માટે ગુરુવારે ગાંધીનગરના રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને એક મહત્વની રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ ગણાવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રોત્સાહક પરિણામો આવી રહ્યા છે અને ગુજરાત તેનું નેતૃત્વ કરી રહ્યું છે.કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદનમાં ઘટાડો થતો નથી તેમજ જમીન અને પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થાય છે.ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રાકૃતિક કૃષિની પેદાશોના યોગ્ય સર્ટિફિકેશનની વ્યવસ્થા ગોઠવવા રાજ્યપાલએ સૂચન કર્યું.
પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો.સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા, અખબારો અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોનું પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂત હિતલક્ષી માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો.તેમણે વધુ ખેડૂતો જોડાય તે માટે નવી બાબતો અને પ્રયોગોને અપનાવવા જણાવ્યું તેમજ વિભાગ દ્વારા ચાલતી સહાયકારી યોજનાઓ, તાલીમ અને સંશોધનની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા.
