ગાંધીનગરમાં 18થી 22 ઑક્ટોબર સુધી ચાલશે DEFENCE EXPO 2022
Live TV
-
સંરક્ષણ મંત્રાલય દ્વારા 18 થી 22 ઑક્ટોબર દરમિયાન ગુજરાતમાં ગાંધીનગર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન – ડીફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા પ્રદર્શનમાં ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળ તથા દેશની આંતરિક સલામતીની બાબતો પર નિદર્શન કરવામાં આવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વક્તાઓ તેમજ પ્રેક્ષકો રૂબરૂ અને વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. આ સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો, બૌદ્ધિકો, સંરક્ષણ ક્ષેત્રનાં સંગઠનો, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ગુણવત્તા નિયમન મહાનિર્દેશાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો છે.
