Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ

Live TV

X
  • વિશ્વ પર્યાવરણ દિવસ–2026 નિમિત્તે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે સમગ્ર ફ્રન્ટિયરમાં વૃક્ષારોપણ અભિયાન આયોજિત કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર BSF  હેડક્વાર્ટર્સ, બટાલિયન્સ, આર્ટિલરી રેજિમેન્ટ અને અન્ય તમામ એકમોમાં કુલ 6,750 છોડ વાવવામાં આવ્યા હતા.

    વૃક્ષારોપણ કાર્યક્રમમાં   બીએસએફ ડીઆઈજી પ્રખાર ત્રિવેદી, અને અજય સૂર્યવંશી તેમજ IPS અભિષેક પાઠક, સહિતના અધિકારીઓ, સબઓર્ડિનેટ અધિકારીઓ, જવાન, તેમના પરિવારજનો અને અંકુર બાલ વાટિકા ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના વરિષ્ઠ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ તથા ટકાઉ વિકાસ માટે યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું.આ પહેલ બીએસએફ ફોર્સ હેડક્વાર્ટર્સના નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હરિયાળી વિસ્તાર વધારવો, પર્યાવરણીય સંતુલન પ્રોત્સાહન આપવું અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો હતો. એકમોના કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સ્થાનિક અને પર્યાવરણને અનુકૂળ જાતિના છોડ રોપવામાં આવ્યા.

    બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર માત્ર દેશની સરહદોની સુરક્ષા સુધી જ સીમિત નથી, પણ સતત હરિયાળી અભિયાન અને સમુદાય ભાગીદારી દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપી રહી છે. વૃક્ષારોપણ અભિયાન દરમિયાન જોવા મળેલા ઉત્સાહપૂર્ણ પ્રતિસાદે ફોર્સના સ્વચ્છ, હરિયાળાં અને ટકાઉ ભવિષ્ય નિર્માણ માટેના સમર્પણને ઉજાગર કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply