Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર: ગિફ્ટ સિટી ખાતે 'PM ગતિ શક્તિ ગુજરાત' વિષય પર સેમિનાર યોજાયો

Live TV

X
  • આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

    આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 'PM ગતિ શક્તિ ગુજરાત' આ વિષય પર  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. GIDB, GMB અને CII દ્વારા આયોજિત આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે 'PM ગતિ શક્તિ' પોર્ટલનું  લોન્ચિંગ કરવામાં આવ્યું. સેમિનારમાં લોજિસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતની પહેલ, ધોલેરા સર અને કોસ્ટલ કોરિડોરનું આયોજન જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, PM ગતિશક્તિ લાગુ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે, તેમજ દેશના વિકાસમાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply