ગાંધીનગર ગૃહ વિભાગના વિશ્વાસ પ્રોજેક્ટનું લોકાર્પણ
Live TV
-
ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારત વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્યાંક હાંસલ કરીને રહેશે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ G.T.U.ના 9 માં દિક્ષાંત સમારોહ માં વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે પાંચ વર્ષમાં જ ૨ ટ્રીલીયન ડોલર ની ઇકોનોમીને ૩ ટ્રીલીયન ડોલર ઇકોનોમી સુધી પહોચાડી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે 2022 પછી જે નવું ભારત બનશે ત્યારે આપણા દેશના યુવાનો વિશ્વભરની સમસ્યાનું સમાધાન કરશે અને વિશ્વનું માર્ગદર્શન કરશે. તેમને વધુમાં ઉમેર્યું હતું કે આપણા દેશ ની સમસ્યાનું સમાધાન ટેકનોલોજી કેવી રીતે બને તે દિશામાં વિચારવાની જરૂર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ શરુ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
