Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર પોલીસ ભવનનું ‘જનસંપર્ક કાર્યાલય’ બન્યું ન્યાયનું ભરોસાપાત્ર માધ્યમ

Live TV

X
  • ગાંધીનગર પોલીસ ભવનનું ‘જનસંપર્ક કાર્યાલય’ બન્યું ન્યાયનું ભરોસાપાત્ર માધ્યમ: 8 મહિનામાં નોંધાઈ 310 અરજીઓ

    નાગરિકોને સરળતાથી ન્યાય અપાવવા અને પોલીસ પ્રત્યેનો ભરોસો વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર પોલીસ ભવન ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે સામાન્ય જનતા માટે આશાનું કિરણ સાબિત થઈ રહ્યું છે. દૂર-દૂરના વિસ્તારોમાંથી આવતા અરજદારોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આ કાર્યાલય ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

    કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના દૂરના ખૂણેથી આવતા અરજદારોને આ કાર્યાલયમાં પૂરતું માન-સન્માન આપીને અત્યંત સંવેદનશીલતાથી સાંભળવામાં આવે છે. છેલ્લા 8 મહિનાના ટૂંકા સમયગાળામાં કુલ 310 જેટલી અરજીઓ આ કાર્યાલયમાં નોંધાઈ ચૂકી છે. આવેલી અરજીઓમાંથી તથ્યો અને પુરાવાઓની ચકાસણી કરીને 28 જેટલા ગંભીર મામલાઓમાં ત્વરિત FIR (ગુનો) દાખલ કરવામાં આવી છે.

    ન્યાયિક વ્યવસ્થા અને પારદર્શિતા જાળવી રાખવા માટે આશરે 67 અરજીઓમાં સંપૂર્ણ ફોલોઅપ (End-to-End Follow-up) લેવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસનને ગેરમાર્ગે દોરવા માટે ખોટી રજૂઆત કે નકલી અરજી કરનારા 8 અરજદારો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

    અરજદારો તરફથી ઉત્તમ પ્રતિસાદ:

    આ કાર્યાલયની કામગીરીથી પ્રભાવિત થઈને અરજદારો તરફથી તેને ‘Excellent’પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલ સ્પષ્ટપણે ગુજરાત પોલીસની સંવેદનશીલતા, પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત અભિગમને ઉજાગર કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply