Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર બનશે દેશની પ્રથમ 'હરિયાળી લોકસભા': CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાઈ બેઠક

Live TV

X
  • ગાંધીનગર બનશે દેશની પ્રથમ 'હરિયાળી લોકસભા': CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાઈ બેઠક

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને દેશની સૌપ્રથમ 'હરિયાળી લોકસભા' બનાવવા માટે એક ભવ્ય રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં એક બૃહદ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાન દ્વારા પર્યાવરણના જતન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'મિશન લાઈફ'ના વિઝનને સાકાર કરવામાં આવશે.

    સવા કરોડ વૃક્ષો વાવવાનું ઐતિહાસિક લક્ષ્ય

    આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ વાવેલા વૃક્ષોના સંપૂર્ણ ઉછેરની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ સવા કરોડ (૧.૨૫ કરોડ) વૃક્ષો વાવવામાં આવશે. વૃક્ષોના સતત જતન માટે પાયાના સ્તરેથી વહીવટી અને સંગઠનાત્મક માળખું તૈયાર કરાયું છે. આ મિશનને સફળ બનાવવા માટે તમામ સ્તરેથી સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સોસાયટીના રહીશોનો વ્યાપક સહયોગ લેવામાં આવશે.

    "ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત પર્યાવરણ જરૂરી" - મુખ્યમંત્રી

    બેઠક દરમિયાન મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરો અને હોદ્દેદારોને આ અભિયાનને એક જનઆંદોલન બનાવવાની અપીલ કરી હતી. તેમને કહ્યું કે, "માનવ જીવનમાં ઓક્સિજનનું મહત્વ અનિવાર્ય છે. આ અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ ભવિષ્યની પેઢીને શુદ્ધ અને સુરક્ષિત વાતાવરણ ભેટ આપવાનું આપણું સામાજિક કર્તવ્ય છે. દરેક કાર્યકર્તાએ આ ગ્રીન મિશનમાં સક્રિયપણે જોડાવું જોઈએ."

    પર્યાવરણ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપશે ગુજરાત

    ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદના પણ કેટલાક મહત્વના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મોટા પાયે અર્બન ફોરેસ્ટ્રી, જાહેર બગીચાઓ અને રોડ સાઈડ પ્લાન્ટેશન કરીને ગ્રીન કવર વધારવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ગાંધીનગર આખા દેશ માટે પર્યાવરણીય ક્ષેત્રે એક અનુકરણીય ઉદાહરણ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply