Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે ભાગીદારી કરાર થયા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. 

    ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. 

    નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્‍ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવીને રાજ્યમાં ડિજિટલ રેડીનેસને ઇન્‍ટેલ સાથે સંયુક્તપણે આગળ વધારવા રાજ્ય સરકારે આ પાર્ટનરશીપ કરી છે. 

    ગુજરાતમાં આ પહેલની શરૂઆત ટેક્નોલોજીકલ ઇનોવેશન અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ભાગીદારી ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજીમાં અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે. 

    સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ પાર્ટનરશીપથી  રાજ્યમાં સ્કીલ્ડ વર્કફોર્સને પ્રમોટ કરવા અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આગળ ધપાવવામાં આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી. 

    આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, નાગરિકો અને ડિજિટલ લીડર્સને AI-સંચાલિત વિશ્વમાં ખીલવા માટે જરૂરી કૌશલ્યો, માનસિકતા અને ટૂલસેટ્સથી સજ્જ કરીને સશક્તિકરણ કરવાનો છે. 

    આ પહેલ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ સહિત બહુવિધ ભાગીદારો અને હિતધારકોના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply