Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ટ્રસ્ટ સંચાલિત અને સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલ સાથે અમિત શાહનો સંવાદ

Live TV

X
  • ગ્રંથાલય ઉત્કર્ષ, નવીનીકરણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ હેતુસર ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ટ્રસ્ટ સંચાલિત અને સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સંવાદ સાધ્યો.

    ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો તેમજ ગૃહ રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ટ્રસ્ટ સંચાલિત અને સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલશ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ગ્રંથાલય ઉત્કર્ષ, નવીનીકરણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ હેતુસર યોજાયેલ આ સંવાદમાં ઉપસ્થિત સૌને દિપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે પ્રત્યેક પુસ્તકાલયમાં વાંચનનું ક્ષેત્ર વ્યાપક બને, પુસ્તકોનો ઉપયોગ વધે, તેમ જ વાંચનની વિવિધતા પણ વધે અને બાળકોમાં અને યુવાનોમાં વાંચનમાં રુચિ કેળવાય તે દિશામાં ચોક્કસ પ્રયાસો થવા જોઈએ. તેઓએ પ્રત્યેક પુસ્તકને વાચક મળે તે માટે તેમજ નૂતન વર્ષમાં 30 ટકા વાચકોનો વધારો થાય તેવો સામૂહિક સંકલ્પ લેવા અનુરોધ પણ કર્યો હતો. બાળકો, કિશોરો અને યુવાનોમાં વાંચનની ભૂખ વધે તે દિશામાં પ્રયાસો કરવા અને તે માટે તમામ પ્રકારના સહયોગની ખાતરી પણ અમિત શાહે ઉચ્ચારી હતી.

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે વ્યક્તિના બૌદ્ધિક વિકાસમાં પુસ્તકો ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. ભવિષ્યની પેઢીના સર્જન માટે પુસ્તકાલય ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ, સમાજ, સાહિત્ય અને દેશના ઉન્નત વિકાસ માટે વાંચન અત્યંત આવશ્યક છે. કોઈપણ દેશ કે સમાજનું ભવિષ્ય કેવું હશે તેનો અંદાજ શાળાઓ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પરથી નહીં પરંતુ કેટલા બાળકો અને યુવાનો પુસ્તકાલયમાં જાય છે તેના પરથી જ લગાવી શકાય છે. 

    પોતાના જીવનમાં થયેલ ચમત્કારિક પરિવર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓના જીવનમાં માણસા ગામના પુસ્તકાલયનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.  અમિત શાહે ગ્રંથપાલ તરીકેનું કામ યાંત્રિક રીતે નહીં પરંતુ ભાવનાત્મક રીતે જોડાઈને કરવા હિમાયત કરતા કહ્યું કે પ્રત્યેક વાચક કયું પુસ્તક વાંચે છે તેનો પૃથ્થકરણ થાય તે માટે એક આગવું સોફ્ટવેર વિકસાવું જોઈએ અને તેના તે પુસ્તક વાંચનના રસને કઈ રીતે અને કઈ દિશામાં લઈ જવો તે કામગીરી ગ્રંથપાલે કરવી જોઈએ.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને રૂચી પડે તેવા પુસ્તકો અને સામયિકો પૂરા પાડી વાંચતા કરવા એ ખૂબ મહત્વનું કામ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply