Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : સિંગાપોર રિપબ્લિકના ભારત સ્થિત હાઈકમિશ્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી

Live TV

X
  • સિંગાપોર રિપબ્લિકના ભારત સ્થિત હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.

    મુખ્યમંત્રીએ આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, સિંગાપોર ભારત માટે લાંબા સમયથી ટાઈમ ટેસ્ટેડ ભાગીદાર રહ્યું છે. ભારત-સિંગાપોરના આ દ્વિપક્ષીય સંબંધસેતુ ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો મુખ્ય આધારસ્તંભ છે. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જની ઓફિસ તથા સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે, તેની વિગતો આપી હતી.

    સિંગાપોર રિપબ્લિકના હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ ગુજરાત સાથેના સંબંધોમાં ફિનટેક સાથોસાથ ઈ-મોબિલિટી, ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, લોજિસ્ટિક્સ તથા ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રમાં રહેલી મૂડી રોકાણ તકોનો લાભ લેવાની તત્પરતા દર્શાવી હતી.

    તેમણે ગુજરાત સેમિ-કન્ડક્ટર પોલિસી તેમ જ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે જાણવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-2024માં જોડાવા માટે સિંગાપોરના હાઈકમિશ્નરશ્રીને આમંત્રણ પાઠવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply