Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર સિવિલના ENT વિભાગની મોટી સિદ્ધિ: 60 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 400 ગ્રામની કેન્સરગ્રસ્ત ગાંઠ દૂર કરી આપ્યુ નવજીવન

Live TV

X
  • ગાંધીનગર સ્થિત GMERS સિવિલ હોસ્પિટલના ENT (કાન-નાક-ગળા) વિભાગે તાજેતરમાં એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને 60 વર્ષીય વૃદ્ધાને નવજીવન આપ્યું છે. ગળાના ભાગે વિશાળ ગાંઠ ધરાવતા આ દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવા છતાં, તબીબોની કુશળતાને કારણે ઓપરેશન સફળ રહ્યું છે.

    આશરે 15 દિવસ પહેલા 60 વર્ષીય મહિલા દર્દી ગળામાં મોટી ગાંઠની ફરિયાદ સાથે સિવિલની ENT OPDમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ CT સ્કેન અને FNAC જેવા રિપોર્ટ્સ કરાવતા માલુમ પડ્યું હતું કે,આ ગાંઠ થાઈરોઈડ ગ્રંથિની હતી અને તેમાં કેન્સર હોવાની પણ શક્યતા હતી.ગાંઠનું કદ આશરે 1289 સેમી હતું અને વજન અંદાજે 400 ગ્રામ જેટલું હતું.ગાંઠ ગળાની ડાબી બાજુની મુખ્ય નસો (ધોરી નસો) સાથે જોડાયેલી હતી, જેના કારણે શ્વાસનળી જમણી બાજુ ખસી ગઈ હતી અને તેની દીવાલ પણ નબળી પડી ગઈ હતી.

    આખા કેસની વિગત તપાસ્યા પછી ENT વિભાગના ડો. યોગેશ ગજ્જર અને તેમની ટીમે દર્દીની સ્થિતિનું વિશ્લેષણ કરી 'ટોટલ થાઈરોઈડેક્ટમી'  કરવાનું નક્કી કર્યું. ઓપરેશન પૂર્વે દર્દીનું હિમોગ્લોબિન ઓછું હોવાથી ૩ યુનિટ લોહી ચડાવીને હિમોગ્લોબિન 12 સુધી લાવવામાં આવ્યું હતું.તાજેતરમાં 11/02/2026ના રોજ, ડો. યોગેશ ગજ્જર અને વિઝિટિંગ કેન્સર સર્જન ડો. મોહિત કોરાટની સંયુક્ત ટીમ દ્વારા આશરે 4 થી 4.30 કલાક ચાલેલા જટિલ ઓપરેશન બાદ આ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી. શ્વાસનળી અત્યંત નબળી હોવાથી અને આકાર બદલાઈ ગયો હોવાથી દર્દીને બેભાન કરવા માટે ટ્યુબ નાખવી (Intubation) એક મોટો પડકાર હતો. જોકે, એનેસ્થેસિયા વિભાગના ડો. ધારાબેન અને ડો. વિશ્વાબેનની ટીમે 'ફ્લેક્સિબલ લેરીન્ગોસ્કોપ'ની મદદથી આ કાર્ય કુશળતાપૂર્વક પાર પાડ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે,આટલી મોટી અને જોખમી સર્જરી ખાનગી હોસ્પિટલમાં આશરે1.5 થી 2 લાખ રૂપિયાના ખર્ચે થતી હોય છે. પરંતુ, સરકારની PMJAY (આયુષ્માન ભારત) યોજના અંતર્ગત આ ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. હાલમાં દર્દીને નિરિક્ષણ હેઠળ ICUમાં રાખવામાં આવ્યા છે અને ગાંઠને વધુ તપાસ માટે પેથોલોજી વિભાગમાં મોકલવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબોની આ સફળતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply