Skip to main content
Settings Settings for Dark

ગીરના સિંહોના જીવ બચાવવા કવાયત: પશુપાલન વિભાગ દ્વારા 13,000થી વધુ પશુઓ પર દવાનો છંટકાવ

Live TV

X
  • ગીરના જંગલમાં સિંહો માટે જીવલેણ બનેલા 'બેબેસીયા' રોગચાળાને નાથવા જૂનાગઢ પશુપાલન વિભાગ એક્ટિવ મોડમાં આવ્યું છે.

    જંગલના નેસડાઓમાં રહેતા પશુઓમાં જોવા મળતી ઈતરડીના કારણે આ રોગ સિંહોમાં ફેલાઈ રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.સિંહોમાં સંક્રમણ અટકાવવા માટે વનવિસ્તારની આસપાસના નેસડાઓમાં વસતા માલધારીઓના પશુઓ માટે સઘન ટીક કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારના 89 ગામો અને નેસડાઓને લક્ષ્ય બનાવી અત્યાર સુધીમાં 13,000થી વધુ પશુઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. પશુઓમાં ઈતરડીનો ઉપદ્રવ ઘટવાથી સિંહોમાં ફેલાતા જીવલેણ બેબેસીયા રોગના સંક્રમણને ઘટાડી શકાય અને સિંહોના જીવ બચાવી શકાય.છેલ્લા કેટલાક સમયથી બેબેસીયા રોગને કારણે સિંહોના મોતની ઘટનાઓ સામે આવતા વનતંત્ર અને પશુપાલન વિભાગ એલર્ટ મોડ પર છે. આ કામગીરી હજુ પણ ગીરના વિવિધ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply