ગુજરાતના બજેટમાં કૃષિ-મત્સ્યોદ્યોગ માટે ઐતિહાસિક નિર્ણયો
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક ક્રાંતિકારી જોગવાઈઓ કરવામાં આવી છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત હવે પરંપરાગત ખેતી અને માછીમારીથી આગળ વધીને અત્યાધુનિક ટેકનોલોજી અને નિકાસલક્ષી અભિગમ અપનાવી રહ્યું છે.
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠાનો આર્થિક લાભ છેવાડાના માછીમારો સુધી પહોંચાડવા બે મોટી યોજનાઓ જાહેર કરાઈ છે
-
મધર વેસલ્સ યોજના: દેશમાં પ્રથમવાર ગુજરાત 'મધર વેસલ્સ' (ફેક્ટરી જહાજ) લાવશે. આ વિશાળ જહાજ મધદરિયે માછીમારોની બોટ પાસેથી માછલીઓ ખરીદશે, ત્યાં જ પ્રોસેસિંગ કરશે અને સ્ટોરેજ કરશે. આ માટે ₹૫૦ કરોડની યુનિટ કોસ્ટ સામે 12.5 કરોડની સહાય અપાશે.
-
ડીપ-સી ફીશિંગ: ૧૨ નોટિકલ માઈલથી દૂર ઊંડા દરિયામાં માછીમારી માટે અત્યાધુનિક વેસલ્સ માટે ₹૬૦ લાખ સુધીની સહાય અપાશે. આ વર્ષે ૩૦ વેસલ્સ માટે ₹૧૫ કરોડની જોગવાઈ કરાઈ છે.
કૃષિ માળખું: પાક સંગ્રહ અને ગોડાઉન ક્ષમતામાં વધારો
-
ખેત-ગોડાઉન સહાય: ખેડૂતો હવે ખેતરમાં મોટા ગોડાઉન બનાવી શકે તે માટે સ્ટ્રક્ચરનું કદ ૩૦૦ ચો.ફૂટથી વધારીને ૬૦૦ ચો.ફૂટ કરાયું છે અને સહાયની રકમ ₹૧ લાખથી વધારીને ₹૨ લાખ કરવામાં આવી છે.
-
વૈશ્વિક કક્ષાના સ્ટોરેજ: સહકારી મંડળીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ અનાજ સંગ્રહની મોટી ક્ષમતા ઊભી કરવા ₹૩૦ કરોડની જોગવાઈ કરાઈ છે, જેથી ખેડૂતોએ પાક સસ્તા ભાવે વેચવો ન પડે.
પશુપાલન: 'સેક્સડ સીમેન' ટેકનોલોજીથી દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ
પાટણની લેબોરેટરી દ્વારા અત્યાર સુધી 8 લાખ સેક્સડ સીમેન ડોઝનું ઉત્પાદન થયું છે, જેનાથી ૯૦% થી વધુ વાછરડીઓ જન્મી છે. હવે વધુ 8 લાખ ડોઝ બનાવવાનો લક્ષ્યાંક છે. મહત્વની વાત એ છે કે, રૂ. 700 ની કિંમતનો ડોઝ પશુપાલકોને માત્ર રૂ. 50 માં મળશે.
નવી કૃષિ નિકાસ નીતિ 2026
રાજ્યના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળે તે માટે “ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ ૨૦૨૬” જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ:
-
એગ્રી-સ્ટાર્ટઅપ્સ અને ફૂડ પ્રોસેસિંગ એકમોને આર્થિક ટેકો.
-
PPP મોડમાં એરપોર્ટ કાર્ગો અને એગ્રી મોલ્સનો વિકાસ.
-
ખાસ કિસ્સામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ 50 કરોડ સુધીની સહાય."આ બજેટ માત્ર આંકડા નથી, પરંતુ ગુજરાતના ખેડૂતો અને માછીમારોને આત્મનિર્ભર બનાવવાની બ્લુપ્રિન્ટ છે." - જીતુભાઈ વાઘાણી
બજેટની હાઈલાઈટ્સ
યોજના નવી સહાય/જોગવાઈ મધર ફિશિંગ વેસલ રૂ. 12.5 કરોડ પ્રતિ યુનિટ (25% સહાય) ડીપ સી વેસલ રૂ. 60 લાખ સુધીની સહાય (50%) પાક સંગ્રહ સ્ટ્રક્ચર રૂ. 2 લાખ સુધીની સહાય (600 ચો.ફૂટ) સેક્સડ સીમેન ડોઝ રૂ. 50 માં ઉપલબ્ધ નવી નિકાસ નીતિ રૂ. 10 કરોડની ટોકન જોગવાઈ -
