Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની 'મંગલમ કેન્ટીન': સખી મંડળો દ્વારા મહિલા સશક્તીકરણનો નવો યુગ

Live TV

X
  • ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા સખી મંડળોને સશક્ત બનાવવા માટે 'મંગલમ કેન્ટીન' પ્રોજેક્ટ.વર્ષ 2024-25માં રાજ્યમાં 50 નવી કેન્ટીન સહિત 200થી વધુ ‘મંગલમ કેન્ટીન’ કાર્યરત.

    આ કેન્ટીન રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો (PHC સહિત), હોસ્ટેલ અને NGO જેવી મહત્વની જગ્યાઓ પર ચાલી રહી છે.હાલમાં 1,700થી વધુ સખી મંડળની મહિલાઓને આ પ્રોજેક્ટ થકી રોજગારી મળી છે.મહિલાઓને સંચાલનના સ્તર પર આધારિત દર મહિને રૂ. 10 હજારથી 50 હજાર સુધીની આવક મળી રહી છે, જે આર્થિક સ્વતંત્રતામાં મદદરૂપ છે.

    રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે 'વન ડિસ્ટ્રિક્ટ વન કેન્ટીન' પ્રચાર અભિયાન હેઠળ એકસરખા બ્રાન્ડ નેમ અને ડિઝાઇન સાથે 30 નવી કેન્ટીનો શરૂ કરવાનું લક્ષ્ય છે.આ પૈકી અત્યાર સુધીમાં 27 કેન્ટીન કાર્યરત થઈ ચૂકી છે.પોલીસ વિભાગ, R&B કચેરીઓ, મ્યુનિસિપલ બિલ્ડિંગ્સ અને અન્ય સરકારી સંસ્થાઓ ખાતે આ નવી કેન્ટીનો શરૂ કરવામાં આવશે.વર્ષ 2024માં GLPCએ 'મંગલમ કેન્ટીન' નામની બ્રાન્ડ હેઠળનું તેમનું પ્રથમ મોડેલ ગાંધીનગરના પોલીસ ભવન ખાતે સ્થિત ડિરેક્ટર જનરલ ઓફિસમાં શરૂ કર્યું.આ કેન્ટીન છ સખી મંડળ મહિલાઓ દ્વારા સંપૂર્ણપણે સંચાલિત છે અને આરોગ્ય, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ઉચ્ચ ધોરણોનું પાલન કરે છે. તેની સફળતા બાદ હવે પોલીસ કમિશનરની કચેરી, અમદાવાદ અને પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર ખાતે પણ 'મંગલમ કેન્ટીન' શરૂ કરવામાં આવી છે.GLPC દ્વારા ગામડાની મહિલાઓની કેટરિંગ ક્ષમતાને ઓળખી, તેમને તાલીમ અને વ્યવસાયિક સંચાલન માટે સતત સહાય પૂરી પાડવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply