ગુજરાતમાં અનલોક-3 અન્વયે 1 ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ
Live TV
-
અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત અનલોક-૩ અન્વયે ગુજરાતમાં ૧ ઓગસ્ટથી રાત્રિ કરફયુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો રાજ્યમાં દુકાનો ૮ વાગ્યા સુધી તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર પાંચમી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
