ગુજરાતમાં આજે કોરોનાનાં 14 નવા કેસ નોંધાયા, 17 દર્દીઓ સાજા થયા
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 14 કેસ નોંધાયા છે જયારે 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 118 થઇ છે. કોરોના કેસની સંખ્યા વિગતે જોઈએ તો, અમદાવાદમાં 5 વડોદરામાં 4, નવસારીમાં 2 તથા સુરત, રાજકોટ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 62,072 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
દેશભરના કોરોના કેસની સંખ્યા જોઈએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,545 નવા કેસ નોંધાયા છે. ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 19,688 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.05% સક્રિય કેસ છે. ભારતનો રિકવરી રેટ 98.74% છે. છેલ્લા 24 કલાકમાં 3,549 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે 4,25,51,248 છે.
