ગુજરાતમાં આજે 78 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના પલસાણા અને બનાસકાંઠાના વાવ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ
Live TV
-
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શુક્રવારે (4 જુલાઈ) સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 78 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 6 કલાકની વાત કરીએ તો, સૌથી વધુ સુરતના પલસાણામાં 2.99 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આજે શુક્રવારે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના વાવ 2.99 ઇંચ, થરાદમાં 2.72 ઇંચ, વલસાડમાં 2.52 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.44 ઇંચ, વલસાડના વાપીમાં 1.97 ઇંચ, પોરબંદરમાં 1.89 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.69 ઇંચ, સુરતના બારડોલીમાં 1.50 ઇંચ અને મહુવામાં 1.46 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે નવસારી, ભાવનગરના મહુવા, બનાસકાંઠાના સુઈગામ, ભાભર, ગીર સોમનાથના વેરાવળ, તાપીના વ્યારા સહિત 19 તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય 56 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
