Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી: નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

Live TV

X
  • ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી: નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને કચ્છનું નલિયા ૭.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. સવારના સમયે ફૂંકાતા બરફીલા પવનોને કારણે લોકો આકરી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

    મુખ્ય શહેરોના તાપમાન પર એક નજર:

    રાજ્યના વિવિધ શહેરોમાં પણ તાપમાનનો પારો નીચો જતા કાતિલ ઠંડી વરતાઈ રહી છે. ભુજ અને રાજકોટમાં તાપમાન 11.2 થી 11.4 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ગાંધીનગરમાં 11.2ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.

    દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠો: સુરતમાં 15 ડિગ્રી, જ્યારે દીવ અને દ્વારકામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

    ઠંડા પવનોનો કહેર

    વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા શિયાળાની તીવ્રતામાં ભારે વધારો થયો છે. માર્ગો પર વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે જોવા મળી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં તાપમાન સરેરાશ કરતા નીચું રહેતા જનજીવન થંભી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે.

    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડીનો આ રાઉન્ડ હજુ થોડો સમય ચાલુ રહેશે. જોકે, 8મી જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેને પગલે ઠંડીનું જોર થોડું ઘટશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply