ગુજરાતમાં ચોમાસાનું અપેક્ષા મુજબ થયું આગમન
Live TV
-
દક્ષિણ ગુજરાત, અરવલ્લી, ધનસુરા, સૌરાષ્ટ્રના ચોટીલા, સુરેન્દ્રનગર,બોટાદ અને રાણપુર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી
દક્ષિણના દ્વારેથી દસ્તક દઈ ગુજરાતમાં ચોમાસાનું આગમન અપેક્ષા મુજબ જ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની, ગુરૂડેશ્વર, ડાંગ, આહવાના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા પ્રખર ગરમીમાંથી રાહત સાથે ભારે ઠંડક પ્રસરી રહી છે. તો બીજી તરફ અરવલ્લી, ધનસુરા, સૌરાષ્ટ્રના ચોટીલા, સુરેન્દ્રનગર,બોટાદ , રાણપુર, સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. શામળાજીમાં પણ અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે. કેવડીયા કોલોની, ગુરૂડેશ્વરમાં વીજળી ગુલ થઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. મહિસાગરના લુણાવાડામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે.
