ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1,009 કેસ, 974 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 73.53 થયો, છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના કોરોનાથી મોત
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 109 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 198 કેસ જ્યારે સુરત ગ્રામ્યમાં 60 કેસ મળી કુલ સુરત જિલ્લામાં 258 કેસ નોંધાયા છે..તો અમદાવાદ શહેરમાં 139 નવા કેસ નોધાયા છે..જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 12 નવા કેસ નોધાયા છે..આમ અમદાવાદ જિલ્લામાં કુલ 151 કેસ નોંધાયા છે..વડોદરા શહેરમાં 80 કેસ જ્યારે વડોદરા ગ્રામ્યમાં 18 કેસ મળી જિલ્લામાં કુલ 98 કેસ નોંધાયા છે.તો રાજકોટ શહેરમાં 70 નવા કેસ જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 15 નવા કેસ મળી જિલ્લામાં કુલ 85 કેસ નોંધાયા છે..અન્યા જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં 26 કેસ, પંચમહાલમાં 22 કેસ, ખેડામાં 20 કેસ, આણંદમાં 11 કેસ, બોટાદમાં 16 કેસ, મોરબીમાં 14 કેસ, નવસારીમાં 12 કેસ, બનાસકાંઠા 10 કેસ, સુરેન્દ્રનગરમાં 13 કેસ, કચ્છમાં 17 કેસ, પોરબંદરમાં 4 કેસ,. તાપીમાં 2 કેસ ,ડાંગમાં 3 કેસ નવા નોધાયા છે..
