ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા વિદેશમાં MBBS કરનારા ડોક્ટર્સ, MD ફિઝિશિયન કે ડોક્ટર ઓફ મેડિસિન નહિ લખી શકે
Live TV
-
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એક અગત્યની નોટિસ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા અને વિદેશમાં MBBS કરીને આવેલા ડોક્ટર્સે M.D. "PHYSICIAN” કે ડોક્ટર ઓફ મેડિસિન નહીં, પણ ફરજિયાત MBBS જ લખવું પડશે. જો નિયમનું પાલન નહીં કરે તો તેની સામે લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ભારત બહાર MBBS પાસ થઈને આવતા કેટલાક ડોક્ટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGS)), જે દેશની M.B.B.S.લાયકાતને સમકક્ષ ડીગ્રી ધરાવતા હોવા છતાં પોતે M.D. "PHYSICIAN” અથવા Doctor of Medicine લાયકાત ધારક હોવાનું લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)એ ફક્ત M.B.B.S. જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન,ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ એલોપેથિક ડોક્ટરોએ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાઇસન્સ લેવું ફરજિ0યાત છે. અન્ય રાજ્યનું કે MCI,NMCનું રજિસ્ટ્રેશન, લાઇસન્સ હોય છતાં ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન/ લાઇસન્સ લેવું ફરજિયાત છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવ્યું છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશિયાલિસ્ટ,સુપર-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજિસ્ટ્રેશન, લાઇસન્સ ધરાવે છે, પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD, MS જેવી સ્પેશિયાલિટી કે MCH, DM જેવી સુપર સ્પેશિયાલિટી ડીગ્રીનું રજિસ્ટ્રેશન, લાઇસન્સ લીધેલું નથી તો આવા ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને તેમની MCI, NMC દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી ડીગ્રીનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોવાથી એ સત્વર કરાવી લેવું અન્યથા નેશનલ મેડિકલ કમિશન, ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
