Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, દિવાળીના તહેવારોમાં વરસાદ વિઘ્ન બની શકે

Live TV

X
  • ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, દિવાળીના તહેવારોમાં વરસાદ વિઘ્ન બની શકે: હવામાન વિભાગની આગાહી

    રાજ્યમાં હાલમાં લોકોને સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે, જે મુજબ આગામી દિવસોમાં વરસાદ દિવાળીના તહેવારોના રંગમાં ભંગ પાડી શકે છે.

    હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર:

    16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી જેવા જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળશે.16 ઓક્ટોબરના રોજ ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદ પવનોની દિશા બદલાવવા અને એક ટ્રફ પસાર થવાને કારણે પડી શકે છે.

    જોકે, રાહતની વાત એ છે કે આગામી બે દિવસ બાદ રાજ્યના લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply