Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઘણા જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

Live TV

X
  • આ અઠવાડિયે ગુજરાતમાં ચોમાસાની તીવ્ર ગતિવિધિનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આજે, મંગળવારે, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

    3 સપ્ટેમ્બર: નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ અને દાદરા અને નગર હવેલી માટે યલો એલર્ટ છે.

    4 સપ્ટેમ્બર: વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

    5 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ છે.

    6 સપ્ટેમ્બર: વરસાદનું જોર યથાવત રહેશે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર અને બોટાદ માટે ઓરેન્જ એલર્ટ છે.

    7 સપ્ટેમ્બર: આશરે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના છે, જેમાં બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગો જેમ કે રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ અને દ્વારકાનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply