ગુજરાતમાં વરસાદી માહોલ, વીજળી પડવાના બન્યા બનાવો
Live TV
-
ગુજરાતમાં વરસાદી માહોલ, વીજળી પડવાના બન્યા બનાવો
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં આજે શનિવારે (14 જૂન) ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે રાજ્યના 14 થી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.
અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા, વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસાના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા.
દાહોદ અને જૂનાગઢમાં વીજળી પડતા કરુણ મોત
દાહોદ જિલ્લાના મુવાલિયા ગામે સાંજના સમયે આવેલા ભારે વરસાદમાં વીજળી પડતા 30 વર્ષીય સંજયભાઈ અને તેમના 7 વર્ષીય પુત્ર આયુષનું કરુણ મોત નીપજ્યું હતું.