ગુજરાતમાં 18 જૂને રાજ્યસભાનો ચૂંટણી જંગ, ચારેય બેઠક જીતવા ભાજપ સજ્જ
Live TV
-
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૦ રાજ્યોની ૨૪ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતની ૪ બેઠકો માટે આગામી ૧૮ જૂને મતદાન અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. પરંતુ, આ ચૂંટણી ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રેસ માટે સૌથી મોટો ઝાટકો સાબિત થવા જઈ રહી છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વખત એવું બનશે કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકપણ સાંસદ નહીં હોય.

શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂર્ણ થતાં જ કોંગ્રેસના સુપડા સાફ!
ગુજરાતમાંથી રાજ્યસભાના ૪ સાંસદો - રામભાઈ મોકરીયા, નરહરિ અમીન, રમીલાબેન બારા (ત્રણેય ભાજપ) અને શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ) નો કાર્યકાળ ૨૧ જૂને પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ ૪ બેઠકોમાંથી ૩ ભાજપ અને ૧ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થતાં જ રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.વિધાનસભાનું સંખ્યાબળ: ભાજપ તમામ ૪ બેઠકો અંકે કરશેગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ તમામ ચારેય બેઠકો બિનહરીફ જીતે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ભાજપનું પલડું ભારે: ૧૮૨ સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હાલમાં ૧૬૨ ધારાસભ્યોનું પ્રચંડ સંખ્યાબળ છે, ઉપરાંત ૨ અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન છે.
વિપક્ષની સ્થિતિ: સામે પક્ષે કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ધારાસભ્યો બચ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) પાસે ૪ (જેમાંથી એક નિષ્કાસિત છે) અને સમાજવાદી પાર્ટી પાસે ૧ ધારાસભ્ય છે. આ સ્થિતિમાં કોંગ્રેસ કે વિપક્ષ એક પણ બેઠક જીતી શકે તેમ નથી.ગુજરાતમાં ચૂંટણીનો ઓફિશિયલ રોડમેપ:
૦૧ જૂન ૨૦૨૬: સત્તાવાર જાહેરનામુ
૦૮ જૂન ૨૦૨૬: ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ
૦૯ જૂન ૨૦૨૬: ફોર્મ ચકાસણી
૧૧ જૂન ૨૦૨૬: ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
૧૮ જૂન ૨૦૨૬: મતદાન અને મતગણતરી
ચૂંટણી પંચના કડક નિયમો:
મતદાન પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જાળવવા માટે ખાસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરાશે. એટલું જ નહીં, મતદાન માટે માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલા ખાસ જાંબલી (Purple) રંગના સ્કેચ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે, અન્યથા મત અમાન્ય ગણાશે.