Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ગરમીમાં શેકાયું: સુરેન્દ્રનગર 44.7 અને અમદાવાદ 44.4 ડિગ્રીમાં શેકાયું

Live TV

X
  • ગુજરાત ગરમીમાં શેકાયું: સુરેન્દ્રનગર 44.7 અને અમદાવાદ 44.4 ડિગ્રીમાં શેકાયું

    ગુજરાત રાજ્યમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતાં નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે. ગુરુવારે રાજ્યના અનેક શહેરો જાણે અગનભઠ્ઠી બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ગરમીએ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું.

    ગુરુવારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ  44. 7 ડિગ્રી તેમજ અમદાવાદ 44.4 ડિગ્રી સાથે જાણે અગનભઠ્ઠી બની રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.  તો રાજકોટ પણ 43. 6 અને ગાંધીનગર 43. 5 ડિગ્રીએ શેકાયા છે.  તો ભાવનગરમાં 42. 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 41. 9 અને  ડીસામાં  42.2  ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જતા નાગરિકો ગરમીમાં ત્રસ્ત થઈ ગયા છે.   જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હ

    બગડશે હવામાન: 30 મે થી 2 જૂન સુધી વરસાદી એલર્ટ

    આગ ઓકતી આ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે (IMD) રાહતના સમાચાર આપ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામશે. સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Distribution) ના પ્રભાવને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

    બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, ભારે પવન સાથે ડમરી ઉડી

    રાજ્યમાં હવામાન બદલાવાની શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણનો મિજાજ બદલાયો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના પંથકોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. વાવાઝોડા જેવા માહોલ બાદ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને ગરમીથી પીડાતા સ્થાનિક લોકોને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી મોટી રાહત મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply