ગુજરાત બન્યું દેશનું AI પાવરહાઉસ:રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સમાં ઐતિહાસિક જાહેરાતો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં, 'India-AI ઇમ્પેક્ટ સમિટ 2026' પૂર્વે યોજાયેલ રીજનલ AI ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં આજે ગુજરાતે AI આધારિત ગવર્નન્સના નવા યુગની શરૂઆત કરી છે.
આ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વૈશ્વિક ટેક કંપનીઓ, IIT,ઉદ્યોગ જગતના નિષ્ણાતો તથા 100+ થી વધુ સ્ટાર્ટઅપ્સની હાજરી નોંધાઈ હતી.ગુજરાત સરકારે આજે અનેક પરિવર્તનકારી પહેલો જાહેર કરી, જે રાજ્યને AI ક્ષેત્રે રાષ્ટ્રીય નેતૃત્વ સ્થાને લઈ જશે.સરકારી વિભાગોમાં 'પ્લગ-એન્ડ-પ્લે' AI અપનાવવા માટે 6 મુખ્ય AI ટૂલ્સ ધરાવતા 'ગુજરાત AI Stack'ને લોન્ચ કરવામાં આવ્યો. આ ટૂલ્સ ગવર્નન્સને વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનાવશે.
કૃષિ AI,યોજનાની પાત્રતા ચકાસણી ,પ્રોક્યોરમેન્ટ ચેટબોટ ,ગ્રીવન્સ ક્લાસિફાયર , ડોક્યુમેન્ટ એસ્ટ્રેક્ટર ,ચેટ મેનેજમેન્ટ ટૂલ રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-ready બનાવવા માટે 'ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025' લોન્ચ કરવામાં આવી. જેના થકી MeitY empanelled cloud services અને રાષ્ટ્રીય GPU compute નો ઉપયોગ સરળ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના શબ્દો અનુસાર- AI એટલે 'All Inclusive'–એટલે કે વિકાસની યાત્રામાં દરેક નાગરિકનો સમાવેશ. તેમણે ઉમેર્યું કે "વિકસિત ગુજરાત @ 2047"ના વિઝનમાં AI એક કેન્દ્રિય શક્તિ છે.કોન્ફરન્સમાં AI for Agriculture, Healthcare, Governance, Urban-Rural Transformation અને FinTech જેવા પાંચ વિષયો પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ચર્ચા થઈ હતી અને 2026ની રાષ્ટ્રીય સમિટ માટે મૂલ્યવાન ભલામણો પ્રાપ્ત થઈ હતી.ગુજરાતે સુરક્ષિત, પારદર્શક અને ભવિષ્યલક્ષી AI ઇકોસિસ્ટમ બનાવવા માટે પોતાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
