ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દ્વારા "ગાંધીજીની કલ્પનાનું રામરાજ્ય" ભવાઈ દ્વારા નાટ્ય પ્રસ્તુત કરી
Live TV
-
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ દ્વારા "ગાંધીજીની કલ્પનાનું રામરાજ્ય" ભવાઈ દ્વારા નાટ્ય પ્રસ્તુત કરી
સમાજ જાગૃતિનું એક અસરકારક માધ્યમ એટલે નાટક અને ભવાઈ. આ માધ્યમ સમાજમાં પરિવર્તન માટે ખૂબ પ્રભાવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા "ગાંધીજીની કલ્પનાનું રામરાજ્ય" ભવાઈ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગાંધીજીની કલ્પનાદ્રષ્ટિથી રાજરાજ્ય કેવું હોવું જોઈએ? અને વર્તમાનમાં કેવું છે તેના પર કટાક્ષ કરતું સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર ઉત્સવ પરમાર ખાસ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલ નાટક જોયા બાદ જણાવ્યું હતું કે સાચું રામરાજ્ય ત્યારે જ ગણાશે કે જ્યારે દરેક માણસના અંતરમાં રામ બિરાજશે. ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ જનરલિઝમ ગુજરાત યુનિવર્સિટીના વડા સોનલ પંડ્યાએ જણાવ્યું હતું કે આ ભવાઇના નાટક ના માધ્યમથી સમાજમાં સમાનતાનો સંદેશ આપવાનો પ્રયત્ન છે.
