ગુજરાત રાજય મહિલા આયોગ અને નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુકત ઉપક્રમે વાંસદા ખાતે નારી સંમેલન યોજાયુ
Live TV
-
ગુજરાત રાજય મહિલા આયોગ અને નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુકત ઉપક્રમે વાંસદા ખાતે નારી સંમેલન યોજાયું હતુ. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ જોડાયા હતા. સંમેલનમાં સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે, દીકરો અભ્યાસ કરશે તો વ્યક્તિની પ્રગતિ થશે પણ દીકરી અભ્યાસ કરશે તો દેશ અભ્યાસુ બનશે. તો આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે દીકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારની સાથે ગુજરાતના દરેક સમાજે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઇએ
