Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્યના જિલ્લાના 4900 થી વધુ લાભાર્થીઓને સામાજિક ન્યાય મંત્રી ભાનુ બાબરિયાના હસ્તે 68 કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં કરેલા વિકાસને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે તથા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યભરના અંદાજિત ૪૯૦૦થી પણ વધુ લાભાર્થીઓને અંદાજે રૂ.૬૮.૦૦ કરોડથી વધુની લોન-સહાયનું વિતરણ કરાશે.

    ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU, ગાંધીનગર ખાતે આગામી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૨૧ જિલ્લાના અંદાજિત  ૪૯૦૦થી વધુ લાભાર્થીઓને રૂ.૬૮.૦૦ કરોડથી વધુની લોન-સહાય વિતરણ કરાશે. 

    વધુમાં, વંચિતોના કલ્યાણ રાજ્યના સિદ્ધાંતને સાર્થક કરવા કેન્દ્ર સરકાર અને સંવેદનશીલ રાજ્ય સરકારે પ્રજાના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરાવી સશકત કરવા પ્રતિબદ્ધ છે. ત્યારે વંચિતોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ થાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વંચિતોના સશકિતકરણને પ્રેરણા આપતા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમ થકી અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન/સહાય વિતરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.  
     
    આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રી રીટાબેન પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જયંતિભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો-લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply