ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મધુમેહ મુક્ત ગુજરાત અભિયાન ચલાવાશે
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં યોગ સંવાદ,યોગ શિબિર ,યોગ સ્પર્ધા સાથે સાથે સ્વચ્છતા એ જ સેવા,વ્યસન મુક્તિ,હ્ર્દય ઘાતથી બચાવ આ રીતે અલગ અલગ અભિયાન ચલાવવામાં આવે છે .
તેના અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 14 નવેમ્બર થી યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ડાયાબિટીસ ગ્રસ્ત લોકો જ જોડાઈ શકશે.જેમાં પ્રથમ લોકોનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવશે ત્યાર બાદ નિષ્ણાંત ડોકટરોના નિદાન બાદ યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તેના રિપોર્ટ સાથે આયોજકને જાણ કરવી, ત્યારબાદ રોજ સવારે 6 થી 8 અભ્યાસ માટે જોડાવવાનું તેમજ મળેલ સૂચના મુજબ નિયમો પાડવાનું પણ ફરજિયાત રહેશે.
આમ યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસ મુક્ત થઈ શારીરિક ,માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઉદ્દેશ્ય છે.
આ અભિયાન ગુજરાતના દરેક જિલ્લામાં આયોજન કરવામાં આવશે. જેમાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને પશ્વિમ કચ્છ જિલ્લામાં ભુજ મઘ્યે આયોજન કરવામાં આવેલ છે. સર્વે લોકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર વિજય શેઠ અથવા પોતાના જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો ઓર્ડીનેટરનો સંપર્ક કરે.
