Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વસ્તી ગણતરી 2027: મુખ્ય સચિવની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા માટે પ્રથમ બેઠક યોજાઈ

Live TV

X
  • ગુજરાત વસ્તી ગણતરી 2027: મુખ્ય સચિવની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા માટે પ્રથમ બેઠક યોજાઈ

    ગુજરાતમાં આગામી 2027ની વસ્તી ગણતરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ (SLCCC)ની પ્રથમ બેઠક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક સાથે જ રાજ્યમાં વસ્તી ગણતરીના મહા અભિયાન માટેના વહીવટી ચક્રો ગતિમાન થયા છે.

    બેઠકના મુખ્ય મુદ્દાઓ અને વ્યૂહરચના

    ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં મહેસૂલ સચિવ રાજેશ મંજુ અને DCO ડિરેક્ટર સુજલ જે. મયાત્રા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વસ્તી ગણતરીની ચોકસાઈ માટે નીચે મુજબના પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં જિલ્લા, તાલુકા અને ગામની ભૌગોલિક સીમાઓ નક્કી (Freeze) કરવાની પ્રક્રિયા પર ભાર મૂકાયો હતો. વસ્તી ગણતરી માટે વિશાળ સંખ્યામાં કર્મચારીઓની નિમણૂંક અને તેમને ડિજિટલ પદ્ધતિથી ડેટા એન્ટ્રી કરવા માટેની તાલીમ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ઘરની યાદી તૈયાર કરવાના સમયગાળા અને તેની પદ્ધતિઓ વિશે વિવિધ વિભાગો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. અગાઉ કરવામાં આવેલા પ્રાયોગિક પરીક્ષણો (Pre-test) ના તારણોની સમીક્ષા કરવામાં આવી હતી જેથી મુખ્ય ગણતરીમાં કોઈ ભૂલ ન રહે.

    ડિજિટલ વસ્તી ગણતરી પર ભાર

    આગામી વસ્તી ગણતરીમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. મુખ્ય સચિવે તમામ સંબધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને આ રાષ્ટ્રીય કાર્યને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી છે. વસ્તી ગણતરીના ડેટાના આધારે જ આગામી દાયકા માટેની સરકારી યોજનાઓ અને વિકાસનું માળખું તૈયાર થતું હોવાથી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply