ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક 'સમાન નાગરિક સંહિતા વિધેયક-2026' પસાર: નારી શક્તિના સન્માન અને સમાનતાનો નવો યુગ
Live TV
-
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેતા 'ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક-2026' વિધાનસભામાં પસાર કર્યું છે.
આ વિધેયક દ્વારા રાજ્યની તમામ મહિલાઓને જાતિ કે ધર્મના ભેદભાવ વગર સમાન કાનૂની રક્ષણ અને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે આ બિલ રજૂ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત ભારત-2047ના અમૃતકાળમાં દેશને સમાનતાનું અમૃત યુસીસી (UCC) થી આપવાનો આ અમારો સંકલ્પ છે."આ કાયદામાં લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓ પર તમામ સમુદાયો માટે સમાન માળખું સૂચવવામાં આવ્યું છે:લગ્નના 60 દિવસમાં નોંધણી કરાવવી અનિવાર્ય છે. નોંધણી ન કરાવવા બદલ ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે.કોર્ટ દ્વારા માન્ય છૂટાછેડા જ માન્ય રહેશે. કોર્ટ બહારના છૂટાછેડા આપનારને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. સ્ત્રીને કોઈપણ શરત વિના પુનઃલગ્નનો અધિકાર મળશે.
પુત્ર અને પુત્રી બંનેને કૌટુંબિક મિલકતમાં સમાન હક આપવામાં આવ્યો છે.લિવ-ઇન રિલેશનશીપનું નિયમન: લિવ-ઇન સંબંધોની નોંધણી ફરજિયાત છે. નોંધણી વગર રહેનારને 3 મહિનાની કેદ અથવા ₹10,000 દંડ થઈ શકે છે. 18 થી 21 વર્ષની વયના ભાગીદારોના કિસ્સામાં માતા-પિતાને જાણ કરવામાં આવશે.લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યાગ કરવામાં આવે ત્યારે મહિલાને ભરણપોષણનો હક મળશે અને તે સંબંધથી જન્મેલા બાળકોને કાનૂની માન્યતા મળશે.છેતરપિંડી કે ધાક-ધમકીથી થતા લગ્નોને રોકવા માટે આ વિધેયકમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.બળજબરી કે છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષ સુધીની સજા.એકથી વધુ લગ્ન (Bigamy) કરવાના કિસ્સામાં પણ 7 વર્ષ સુધીની સજા.આ વિધેયક તૈયાર કરવા માટે ગુજરાત સરકારની સમિતિએ વિશ્વના વિવિધ દેશો જેવા કે ફ્રાન્સ, જર્મની, તુર્કી અને નેપાળના સિવિલ કોડનો અભ્યાસ કર્યો છે. સાથે જ, શાહ બાનો બેગમ અને શાયરા બાનો જેવા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓને પણ ધ્યાને લેવામાં આવ્યા છે."યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ" – આ શ્લોકને ચરિતાર્થ કરતા આ વિધેયક દ્વારા ગુજરાતની નારી હવે ગૌરવ સાથે કહી શકશે કે તે અબળા નથી, પરંતુ આદ્યશક્તિ અંબિકા છે.
