Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની કાયાપલટ: 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાથી હાજરીમાં રેકોર્ડબ્રેક વધારો

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અમલી બનેલી શૈક્ષણિક યોજનાઓના અત્યંત સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઇન મોનિટરિંગના આંકડા અનુસાર, રાજ્યમાં 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજનાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અને પ્રવેશદરમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે.

    આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ આર્થિક મુશ્કેલીઓને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં અને તેઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાનો છે.

    નમો લક્ષ્મી યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓની હાજરીમાં નોંધપાત્ર સુધારો થયો છે.ધોરણ-9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી દીકરીઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988 હતી, જે વર્ષ 2025-26માં 73% ના ઉછાળા સાથે 2,96,495 થઈ છે.100% હાજરી પૂર્ણ હાજરી આપતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં એક વર્ષમાં 62,059 નો વધારો થયો છે. કુલ પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યા વધીને 13,91,308 થઈ છે, જેમાં ધોરણ-12 માં સૌથી વધુ 13.59% નો વધારો જોવા મળ્યો છે.આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લાભાર્થીઓને કુલ ₹1664.06 કરોડની સહાય ચૂકવાઈ છે.વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલી આ યોજનાના પરિણામો પણ પ્રશંસનીય છે.વિજ્ઞાન પ્રવાહમાં 80 થી 100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19,324 થી વધીને 43,533 થઈ છે, જે લગભગ 125% નો વધારો દર્શાવે છે.સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ લેનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 2,55,804 થઈ છે, જેમાં ધોરણ-12 માં 11.04% નો નોંધપાત્ર વધારો થયો છે.આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને ₹290 કરોડની સહાય વિતરણ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી મોદીના 'ગુણવત્તાયુક્ત શિક્ષણ'ના વિઝનને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાઓ ઉપરાંત 'મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ' અને 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ' યોજનાઓ પણ અમલમાં મૂકી છે, જેથી ગુજરાતના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply