ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
Live TV
-
જરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ PMU ની સ્થાપના
અનુસૂચિત જાતિના લોકોના સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજનાના અસરકારક અમલીકરણ, મોનિટરિંગ અને સંકલન માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય વિશેષતાઓ અને વ્યવસ્થા
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વમાં ગત 06 ઑગસ્ટ, 2026 ના રોજ આ અંગેનો સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ આ PMU માં State Social Justice Lead અને State Social Justice Coordinators નો સમાવેશ કરવામાં આવશે.PMU ની રચના અને કર્મચારીઓની પસંદગી માટે એક ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે, જેમાં સચિવ કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક આ સમિતિના સભ્ય સચિવ રહેશે.
કોને અને શું લાભ થશે?
અનુસૂચિત જાતિ વર્ગને PM-AJAY દ્વારા સામાજિક-આર્થિક વિકાસ અને સશક્તિકરણ સાથે જોડાયેલા પ્રયાસોના અમલીકરણ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકાશે.યોજનાના લાભાર્થીઓને યોજનાના કાર્યોની નિયમિત મોનિટરિંગ અને મૂલ્યાંકનથી સરકારી પ્રયાસોને વધુ વ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવામાં મદદ મળશે. વિભાગીય વહીવટી તંત્રને PMU મારફતે યોજના સાથે જોડાયેલા કાર્યોની પ્રગતિ, સંકલન અને મૂલ્યાંકન માટે એક સમર્પિત રાજ્ય કક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
યોજનાના અમલીકરણમાં જવાબદારીઓ અને પ્રક્રિયાઓને વધુ વ્યવસ્થિત કરવા, પ્રગતિની દેખરેખ રાખવા તેમજ જરૂરી સુધારાઓ સમયસર અમલમાં મૂકવામાં સરળતા રહેશે.
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ કામગીરી
આ પ્રોજેક્ટ મૅનેજમેન્ટ યુનિટની ભરતી પ્રક્રિયા, કર્મચારીઓની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માનદ વેતન અને સેવા શરતો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની 16 જૂન, 2026 ની માર્ગદર્શિકા તેમજ સમયાંતરે કરવામાં આવતા સુધારાઓને આધીન રહેશે.
ગુજરાત સરકારનો આ અભિગમ વહીવટી મજબૂતીની સાથે-સાથે અનુસૂચિત જાતિના નાગરિકોના કલ્યાણ માટેના કાર્યોને વધુ પારદર્શક અને પરિણામલક્ષી બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
