Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ ગુજરાત પ્રવાસ બાદ, હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજે 16 મે અને 17 મે દરમિયાન યોજાનારા આ પ્રવાસમાં તેઓ કરોડો રૂપિયાના વિકાસ કામોની સમીક્ષા કરશે, નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરશે અને જનપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ ગુજરાત પ્રવાસ બાદ, હવે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજે 16 મે અને 17 મે દરમિયાન યોજાનારા આ પ્રવાસમાં તેઓ કરોડો રૂપિયાના વિકાસ કામોની સમીક્ષા કરશે, નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરશે અને જનપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરશે.

    ગૃહમંત્રીના બે દિવસના કાર્યક્રમ:

    16મે : મેગા સમીક્ષા બેઠકો અને સંગઠન સાથે સંવાદ
    પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિકાસ કાર્યોને ગતિ આપવા માટે બેઠકોનો દોર ચલાવશે:

    ગ્રીન એન્ડ સ્માર્ટ ગાંધીનગર: ‘હરિયાળી લોકસભા’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ, સરખેજ-ગાંધીનગર (SG) હાઈવેના આધુનિકરણ અને લોકસભા ક્ષેત્રના તળાવોના નવીનીકરણ-ઇન્ટરલિંકિંગના કામોની પ્રગતિની વડાપ્રધાન કક્ષાએ સમીક્ષા કરાશે.

    શહેરી વિકાસ પર નજર: માણસા નગરપાલિકાના GUDC સહિતના વિવિધ વિકાસ કાર્યો અને વિસ્તારની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની તેઓ સમીક્ષા કરશે. 

    સામાજિક અને સાંસ્કૃતિક બેઠકો: અખંડ આનંદ તેમજ 'સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ'ની પ્રવૃત્તિઓ અંગે બેઠક યોજાશે. આ ઉપરાંત, બાળકો માટેના ‘રમશે બાળક – ખીલશે બાળક’ અંતર્ગત રમકડા એકત્રિકરણ અભિયાનના ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ સાથે ખાસ ચર્ચા થશે.

    નવા કાઉન્સિલરો સાથે મંથન: ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિધાનસભા વિસ્તારના AMCના નવચૂંટાયેલા કાઉન્સિલરો સાથે ગૃહમંત્રી શુભેચ્છા મુલાકાત કરી માર્ગદર્શન આપશે.

    17 મે: આઈટી પાર્ક, મધુર ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણનો મેળો
    બીજા દિવસે અમિત શાહના હસ્તે ગાંધીનગર અને અમદાવાદને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભેટ મળવા જઈ રહી છે:

    આઈટી સેક્ટરને બૂસ્ટ: અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત ‘મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક’ (IT અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર)ની મુલાકાત લેશે.

    શ્વેત ક્રાંતિને નવો વેગ: ગાંધીનગરના દશેલા ખાતે 'મધુર ડેરી' (ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિ.) દ્વારા તૈયાર કરાયેલા ૫ લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરશે.

    ઇનોવેશનને પ્રોત્સાહન: ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના ‘ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર’નું લોકાર્પણ કરવામાં આવશે.

    મહાનગરપાલિકાની ભેટ: ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ ગૃહમંત્રીના હસ્તે સંપન્ન થશે.

    તાજેતરમાં આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ કેન્દ્રીય નેતૃત્વ ઉત્સાહમાં છે. પીએમ મોદીના વતન પ્રવાસ બાદ તરત જ અમિત શાહનો આ પ્રવાસ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસને બુલેટ ટ્રેનની ગતિ આપનારો સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply