Skip to main content
Settings Settings for Dark

ચાર રાજ્યોમાં મલ્ટી-ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સને કેબિનેટની મંજૂરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં ચાર મોટી મલ્ટી-ટ્રેકિંગ રેલવે પરિયોજનાઓને મંજૂરી આપી છે.

    કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ.ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો. વર્ષ 2030 31 સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો અંદાજ.

    મંજૂર કરાયેલી મુખ્ય પરિયોજનાઓ:

    પરિયોજના                                              લંબાઈ (કિમી)     રાજ્યો

    વર્ધા-ભૂસાવળ ત્રીજી અને ચોથી લાઇન           314                મહારાષ્ટ્ર

    ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન                      84                 મહારાષ્ટ્ર અને છત્તીસગઢ

    વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન        259                ગુજરાત અને મધ્ય પ્રદેશ

    ઇટારસી-ભોપાલ-બીના ચોથી લાઇન             237                 મધ્ય પ્રદેશ

    પ્રોજેક્ટનો લાભ અને અસર:

    આ પરિયોજનાઓ કુલ 18 જિલ્લાઓ અને લગભગ 3633 ગામોને રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનો લાભ લગભગ 85.84 લાખ લોકોને મળશે. આમાં વિદિશા અને રાજનંદગાંવ જેવા બે આકાંક્ષી (Aspirational) જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.તેનાથી રેલ લાઇન ક્ષમતામાં વધારો થશે, ભીડ ઓછી થશે અને સંચાલનની કાર્યક્ષમતા તથા સેવાની વિશ્વસનીયતામાં સુધારો થશે.આ યોજનાઓ પ્રધાનમંત્રી મોદીના "નવા ભારત"ના વિઝન સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય રોજગાર અને સ્વરોજગારની તકો વધારવાનો છે.આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ છે, જે લોજિસ્ટિક કાર્યક્ષમતાને વધારશે.આ માર્ગો કોલસો, સિમેન્ટ, કન્ટેનર, અનાજ અને સ્ટીલ જેવી સામગ્રીના પરિવહન માટે મહત્ત્વપૂર્ણ છે. આનાથી વાર્ષિક વધારાની માલ પરિવહન ક્ષમતા 78 મિલિયન ટન પ્રતિ વર્ષ (MTPA) થશે.રેલ પરિવહન પર્યાવરણને અનુકૂળ હોવાથી, તે 28 કરોડ લિટર તેલની આયાત ઘટાડશે અને 139કરોડ કિલોગ્રામ CO2 ઉત્સર્જન ઓછું કરશે, જે આશરે છ કરોડ વૃક્ષોના વાવેતર બરાબર છે, અને ભારતને આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply