Skip to main content
Settings Settings for Dark

ચોટીલામાં ગેરકાયદેસર ફટાકડાના સંગ્રહ સામે તંત્રની મોટી કાર્યવાહી

Live TV

X
  • ચોટીલાના શાસ્ત્રીનગર વિસ્તારમાં નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા તથા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી.

    તપાસ દરમિયાન ગોડાઉનનું લાયસન્સ 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થઈ ગયું હોવા છતાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

    નિયમોનું ઉલ્લંઘન સામે આવતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર સુરક્ષા અને નિયમોના પાલન માટે તંત્રની કામગીરીને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

    તંત્ર દ્વારા રૂ. 10.06 લાખનો ફટાકડાનો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન Joint Series પ્રકારના આશરે 40 બોક્સ ફટાકડા પણ મળી આવ્યા હતા.

    Explosives Rules, 2008 તથા PESOની લાગુ માર્ગદર્શિકાઓના ભંગ બદલ ગોડાઉન સંચાલક દેવાંગ નવીનચંદ્ર શાહ સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોટીલા તંત્ર દ્વારા ગેરકાયદેસર ફટાકડાના સંગ્રહ અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply